Chapter 7: કશ્મકશ

"કશ્મકશ"

"એક દિવસ પહેલા જ મને જાણવા મળેલું કે, Under-14 football National School Gamesમાં મારું selection થઈ ગયું છે. આખી સભા વચ્ચે સમ્માન થયેલું. પહેલેથી જ આખી school સામે એક રૂઆબી રૂતબો રાખેલો. હમેંશા બધાથી કઈક અલગ રીતે આગળ રહેવાનું મન રહેલું અને રહેલો પણ, અત્યાર સુધીના શાળા જીવનમાં. અને આ માનથી સોનામાં સુગંધ ભળેલી. 

એક જુસ્સો મળેલો. જાણે કઈક અલગ માણસ હોઉં એમ વર્તન થઈ ગયેલું. ગર્વ વાળું. Football practise વધારી દીધેલી. એક જ દિવસમાં. School time પહેલા, પછી અને વચ્ચે recess timeમાં પણ. અને મારી achievement જાણે મારા બીજા જીગરી football friendsની પણ હોય એમ સાથે ને સાથે. એમને Classroom બહાર રહેવાનો મોકો મળી રહેતો અને મને practise. 


2 recess પડતી. એમાં બીજી લાંબી હોય. પણ એ School માટે, students માટે recess હમેંશા ટુંકી જ રહેવાની. તો recess પુરી થઈ ગયેલી, પણ અમારી half court football game નહિ. અને recess પછીના periodમાં જવા ભાગવું પડે એમ હતું. કારણ કે, ખાસ એવા અમારા વર્ગશિક્ષકનો જ period. એમની ધાક પ્રમાણે claasમાં સમયસર હાજર રહેવું જ પડે. એમાં પણ આવા recess પછીના સમયે ખાસ. 


Footballને લાતો મારવામાં ને મારવામાં already late થઈ ગયેલું. બધા ભાગી રહેલા. પરસેવાથી ભીના થયેલા શર્ટના વજન અને થાક સાથે.


અમારો classroom પહેલા માળે. અમારા 2 માળના buildingમાં જ સૌથી ઉપર આખી computer lab હતી. એટલે computer classમાં જવા વાળા studentsની સીડીઓ પર ભીડ હતી. પ્રાથમિક વિભાગમાં અમે senior હતા અને સીડીઓ પર જઈ રહેલા બીજા students junior અને અમારા same batchના પણ હતા. 


Washroom જવાનું હતું. થોડું fresh થઈને પછી class માં. એટલે બઉ જ ઉતાવળ હતી. 


આ ઉતાવળમાં ભાગતા ભાગતા, એક પગથિયું મારા પગ ભૂલી ગયા. અને પડ્યો. 


એવો પડ્યો કે, જે પગ પગથિયું ભૂલી ગયેલો એ તો નહિ પણ બીજા પગની નાળ સીધી પગથિયાની કિનારીને અથડાઈ. બરોબર વચ્ચે. એ ભાગમાં જ્યાં આમ કોઈ કિનારી ના વાગવી જોઈએ, ત્યાં જ. 


દર્દ એટલું હતું કે મોઢામાંથી શબ્દો ના નીકળ્યા. રમવાથી અને ભાગવાથી ચડેલા હાંફ અને દર્દના ઉંહકારામાં આંખો મીંચાઈ ગઈ. બસ પગ પકડીને ત્યાં જ સીડી પર બીજા જતા આવતા studentsના પગ વચ્ચે બેસી ગયો. 


આજુ બાજુ બધાનું ધ્યાન મારી તરફ ગયું. આંખમાં ઝળઝળીયાં હતા. પણ જોઈ શકતો હતો કે કોણ હસી રહેલું 'ને કોણ પૂછવા આવેલું. 


કોઈને કઈ જવાબ આપું, હું ઊભો થાઉં, મારા પગમાં કંઈ ભાન આવે એ પહેલા જ, સીડીઓ પર જ, મારાથી વિરુદ્ધ જઈ રહેલી એ નજર સાથે એક નજરમાં મળેલી નજરથી અચાનક મળેલા currentથી હું ઊભો થઈ ગયો. જાણે, પગમાં થયેલા દર્દનું અસ્તિત્વ છે જ નહિ."


Road પર જઈ રહેલી એ છોકરીને જોઈને અચાનક મળેલા currentથી હું ઊભો જ ના થઈ શક્યો. જાણે, એ મારા પર ઢળેલી ગરમ ગરમ ચાનું અસ્તિત્વ છે જ નહિ. 


એ ગરમ ગરમ ચા, cup જે મારા હાથથી છટકતા, મારા અને કરણ બંને પર ઢોળાઈ હતી અને એવી ગરમ હતી કે, કરણ તો સડકાભેર ઊભો થઈ ગયેલો. વરાળ cup માંથી ઓછી 'ને એના pant પરથી વધારે નીકળી રહેલી. 


હું એને કઈ જવાબ આપું, ઊભો થાઉં, મારા શરીર પર પડેલી ગરમ ચાથી થયેલી બળતરાને અનુભવું એ પહેલા જ પેલી છોકરીએ એની દિશામાં ચાલતા ચાલતા મારી સમુ જોયું. એ રીતે કે જાણે એને ખબર હતી કે હું અહી બેઠેલો છું. નજર મળી. મે હાથ ઊંચો કર્યો. હસ્યો. અને ઓચિંતી બળતરા થઈ. જ્યાં મારા પર ચા ઢળેલી. 


અને એ બળતરા થતાં જાણે ભાન આવ્યું એમ તરત ખયાલ આવ્યો કે મારે ઊભા થઈને ભાગવું જોઈએ, એ છોકરી પાછળ. 


"હું આવું છું." ઊભા થતા કરણને કહ્યું.


"પેલી છોકરી છે?" મને ભાન નહોતું પણ કરણ મને જોઈ રહેલો, અને મે ઊંચા કરેલા હાથની દિશામાં એણે પણ જોયેલું. અને બધું જ આપોઆપ સમજી રહેલો.


"હા." પેલી જઈ રહેલી છોકરીને પાછળથી જોતા જોતા જ એની પાસે જવા થોડા હરખપદુડા થઈને ચાલવા લાગ્યો. 


"તું જાતે પાછો આવીશ કે મારે લેવા આવવું પડશે?" એણે બૂમ પાડી. મે એને જવાબમાં ખબર નહિ શું ઈશારો કર્યો.


કરણ પછી કઈ બોલ્યો નહિ. એ પાછો બેસી ગયો. મારાથી ઢળેલી ગરમ ચાની બળતરાને શાંત કરવા એની ગરમ ચાની ચુસ્કીઓ લેવા લાગ્યો હશે.


ફરી એ છોકરી બાજુ જોયું 'ને એ ગાયબ. જાણે એક ધબકારો રહી ગયો.


દશેક છોકરીઓનું ટોળું જઈ રહેલું. Girls' Hostel તરફ. પણ hostel હજુ થોડી દૂર હતી. અજાણતા જ મારા ચાલવાની ઝડપ દોડવામાં બદલાઈ ગઈ. 


એ ટોળાથી થોડો નજીક આવ્યો 'ને જોયું તો એ છોકરી ટોળામાં છેલ્લે રહેલી 3 છોકરીઓની આગળ હતી. પણ એકલી હતી. એની આજુ બાજુ કોઈ નહોતું. અને એની આગળ પાછળ પણ બધાથી થોડું અંતર હતું.


હું હસ્યો 'ને ભાગ્યો.


"Hi." એની છેક બાજુમાં જઈને થોડા હાંફતા સ્વરે બોલ્યો.


"ઓહ, Hi." એ છોકરીનો અવાજ સાંભળ્યો. 


"હું ત્યાં ભરતભાઈની ચા પીવા આવેલો. મારા friend સાથે."


"I know. મે જોયુ." એની ચાલવાની ઝડપ બઉ નહોતી. અને વાત કરતા કરતા પણ એટલી જ હતી.


"What a coincidence!" હું હસ્યો. એનો પણ હસી સાથેનો જવાબ સાંભળ્યો.


"Yes. Coinsidence." બઉ જ પ્યારું હસી.


"આટલા late College?" 8 વાગી ગયેલા તો થોડા આશ્ચર્યથી તરત પૂછ્યું. 


"હા. Project workનું કામ ચાલું થયું છે હાલ તો late થાય છે."


"Ok."


"તમારી college કઈ!" 


"CEPT."


"અચ્છા. Ok. Architecture?"


"Interior Designing."


"Whow. That's great. Which year?"


"Last year. Final exams બાકી છે."


"Ok. Best luck for the exams."


"Thank you. થોડી વાર છે એમ તો." અમે બંને મંદ મંદ થોડું હસ્યા. 


"Dinner?" હસતા હસતા મે પૂછ્યું. ઈરાદો કઈક વધારે જ હતો.


"Hostel માં બને છે. બસ એ જ કરવાનું છે હવે." 


"Ok." એનો જવાબ મારા ઈરાદાને તરત શાંત કરી દે એમ હોય છે.


"અચ્છા, આ hostel માં રહો છો તમે એમ!" એક એવી moment બની કે એકદમ શાંત થઈ જવાયું. મનમાં કઈ સુજે નહિ એટલે કાઈપણ પૂછી લેવાનું થાય, એ વાળી moment.


"હા."


"Ok." મને પણ પ્રશ્ન થયો કે, કેયુર શું Ok Ok કરે છે! અને આ શું ભાન વગર વાતો કરી રહ્યો છે! એનું નામ પૂછ. પહેલા Coffee માટે જવાનું હતું ને! તો એ પૂછને. 


"તમને ચા બઉ ભાવે છે એમ!" હું કઈ આગળ પૂછું એ પહેલા તો મને પૂછવામાં આવ્યું.


"હા. ના. મતલબ mood થાય ત્યારે એમ." થોડો ખચકાયો.


"મતલબ ભાવે છે." મારી સામે જોઈને એ છોકરી બોલી. 


હું હસ્યો. નીચે road સામે જોતા જોતા. 


"આ ભરતભાઈની ચા પીધી છે ક્યારેય તમે! એકવાર ચાખવી જોઈએ જો તમે પીતા હોવ તો. બઉ જ અફલાતુન બનાવે છે." મે એની સામે જોઈને એવા ઇરાદાથી પૂછ્યું કે, ચલો coffee નહિ તો ચાથી ચાલશે હાલ.


"હા. મને પણ ચા ગમે છે અને આ ભરતભાઈની ચા પણ પીધી છે. પણ મને મારા મમ્મીના હાથની વધારે ભાવે છે. અને હું આ time એ ચા નથી પીતી." જાણે મારો ઈરાદો એને સમજાઈ ગયો હોય એમ મારી સામે જોઈને મને જવાબ આપ્યો. 


"અચ્છા. Ok." ફરી શાંત કરી દીધો મને. 


"Coffee ભાવે છે?" મારા ઈરાદાઓ પણ શાંત થાય એમ નહોતા. 


"Yes."


"તમે ખોટું ના માનો તો એક વાત પૂછું?"


"જી." મારી સામે જોઈને, એકદમ સહજતાથી કહ્યું. જાણે આ ઈરાદો પણ એને ખબર હતી. 


"કાલે મારી સાથે coffee પીવા આવશો!" થોડો time લઈને, શ્વાસ ભરીને, હિંમત કરીને પૂછી લીધું.


"કેમ! I don't know you." મારી સામે જ જોઈ રહેલી, મંદ મારકણી એ હસી સાથે અને એ જ સહજતા સાથે.


"તો જાણી જશો ને." મે પણ સામે કહ્યું. પુરી smile કરીને. 


"હું ના પાડું તો!" એ છોકરી બઉ જ ચપળ હતી. 


"તો હું રાહ જોઇશ. ફરી આમ મળવાની. અને ફરીથી આ પ્રશ્ન પૂછવાની." મે પણ સામે આંખની ભમર ઊંચી કરતા કહ્યું.


"હું ફરી ના પાડીશ તો!" બઉ જ ચપળ હતી.


"कुछ बाते रुकी रहेगी, इस वक्त की तरह।

और में इंतेज़ार करता रहूंगा, आपके hostel की तरह।।" સહેજ, થોડો time લઈને આટલી lines કહી હસતા હસતા.


એ છોકરી બઉ જ હસી. મારું મન ભરાઈ જાય એ મારકણી હસીથી એટલું હસી. અને હું મારી lines કરતા વધારે એ હસીથી ઘવાયેલો હરખાઈ રહેલો.


"में आपसे नहीं। इस शायर से मिलना चाहूंगी।"


"आप बता दीजिए में जुबान शायर तक पहुंचा दूंगा।" અમે બંને હસી રહેલા. 


"7 Violets. 7 PM." એ છોકરીએ સમય અને સ્થળ આપ્યું. અમારી પહેલી meeting માટે. અને હસી હજુ પણ ચાલુ હતું. 


બઉ જ હરખ થઈ ગયેલો મને. બઉ જ. ઉછળી રહેલો હું. શબ્દોથી વ્યક્ત કરવું શક્ય નહોતું થઈ રહ્યું. બસ મોટી smile હતી મોઢા પર. અને અનંત હરખ. 


હરખમાં 'ને હરખમાં અને એના હસવામાં 'ને હસવામાં, એની hostel આવી ગઈ. Hostel બાજુ એ વળી. 


અને મને ભાન થયું કે મારે નામ પૂછવાનું છે. મે પૂછ્યું. છેક Hostel ના Gate પાસે આવીને. 


"આપને શું કહીને બોલાવું!" મે પૂછ્યું. 


"आप तो शायर है। वक्त को नाम देनेवाले आप हमें क्या नाम देगे?" એની હસી ચાલુ જ હતી. અને mood પણ હજુ શાયરીમાં જ હતો. મને પણ ગૂંચવણ થાય એમ મારા પ્રશ્નના જવાબમાં મને પ્રશ્ન કર્યો.


"अगर हमने आपको नाम दे दिया तो फिर वक्त की तरह रिश्ते भी बदल जाएंगे।" મે પણ સામે ગૂંચવણ વળે એમ જવાબ આપ્યો. ગુલાબી થઈને હરખાતા.


"बड़े शातिर हो आप। आपसे बच के रहेना पड़ेगा हमें।" મારી સામે જોઈને બોલી. આંખો ઝીણી કરીને.


"जी नहीं। बस आप आप की तरह ही रहिएगा। हमसे डर के नहीं।" 


"जी शुक्रिया। लेकिन आप शायरों का क्या कहेना! हमें भी कहीं लफ़्जोमे बाट ले तो?" મારી આંખોમાં ડૂબી રહેલી.


"नहीं जी। आपको लफ्जोमे बाट नहीं सकते लेकिन लफ़्जोसे आपको पेश कर सकते है।" મનમાં એ છોકરીને લઈને કવિતા પણ બનાવવાના વિચારો બનાવવા લાગ્યો. 


"अच्छा जी। फिर तो बड़े सब्र की बात होगी कि हमारी पेशकश हम सुने।"


"जी बिल्कुल। कल 7 बजे होगी आपकी लफ्जोंमें पेशकश। लेकिन एक दिक्कत है।" હસતા હસતા કહ્યું. 


"जी। केसी दिक्कत?" હરખાતા એણે મને પૂછ્યું.


"आपके नाम के बिना हम शुरुआत नहीं कर पाएंगे।" 


એ છોકરી બઉ જ હસી. મારી સામે જોતા જોતા. 


અને મને કહ્યું, "એક શરતે હું નામ કહીશ. મારું નામ જે છે એ જ રહેશે. કોઈ નવું નામ નહિ." 


"वादा रहा।" શરત મંજૂર કરીને મે કહ્યું. 


અમને, ના કદાચ, ફક્ત મને ખબર જ નહોતી કે પેલી ટોળામાં હતી એ બાકીની બધી છોકરીઓ તો ક્યારેય અમારી આગળ જતી રહેલી.


અમે 2 એકલા વાતો કરતા કરતા અમદાવાદના મારા સૌથી ગમતા road પર, એ પણ 8 વાગ્યાના અંધારે, ફક્ત અમારા 2ના અને તમરાઓના અવાજ સાથે ચાલી રહેલા અને હાલ, ખાસા સમયથી gate આગળ ઊભા હતા. 


એ છોકરી મારી સામે જોતા જોતા, gate અંદર જતા જતા, મારકણી હસી સાથે મને ઘાયલ કરતા કરતા, એનું ત્રણ અક્ષરોમાં વણેલું, સુવાળું, દિલને સહેલાવતું, ટાઢક આપતું, મસ્ત હસાવતું નામ બોલી. .

. . .


(વધુ આવતા અંકે)




Comments

Popular Posts