Skip to main content

Posts

Featured

Chapter 7: કશ્મકશ

" કશ્મકશ" "એક દિવસ પહેલા જ મને જાણવા મળેલું કે, Under-14 football National School Gamesમાં મારું selection થઈ ગયું છે. આખી સભા વચ્ચે સમ્માન થયેલું. પહેલેથી જ આખી school સામે એક રૂઆબી રૂતબો રાખેલો. હમેંશા બધાથી કઈક અલગ રીતે આગળ રહેવાનું મન રહેલું અને રહેલો પણ, અત્યાર સુધીના શાળા જીવનમાં. અને આ માનથી સોનામાં સુગંધ ભળેલી.  એક જુસ્સો મળેલો. જાણે કઈક અલગ માણસ હોઉં એમ વર્તન થઈ ગયેલું. ગર્વ વાળું. Football practise વધારી દીધેલી. એક જ દિવસમાં. School time પહેલા, પછી અને વચ્ચે recess timeમાં પણ. અને મારી achievement જાણે મારા બીજા જીગરી football friendsની પણ હોય એમ સાથે ને સાથે. એમને Classroom બહાર રહેવાનો મોકો મળી રહેતો અને મને practise.  2 recess પડતી. એમાં બીજી લાંબી હોય. પણ એ School માટે, students માટે recess હમેંશા ટુંકી જ રહેવાની. તો recess પુરી થઈ ગયેલી, પણ અમારી half court football game નહિ. અને recess પછીના periodમાં જવા ભાગવું પડે એમ હતું. કારણ કે, ખાસ એવા અમારા વર્ગશિક્ષકનો જ period. એમની ધાક પ્રમાણે claasમાં સમયસર હાજર રહેવું જ પડે. એમાં પણ આવા recess પછીના સમયે ખાસ. 

Latest posts

Chapter 6: સુંદરતા

Chapter 5: આભાસનો અહેસાસ